ઈરાનના રાષ્ટ્રપતિએ બદલાની ધમકી આપતા અમેરિકાએ નાગરિકોને આપી આ સુચના

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

અમેરિકા દ્બારા એરસ્ટ્રાઈકમાં ઈરાનના કમાંડર જનરલ કાસિમ સુલેમાનીને ઠાર મારવામાં આવવાને લઈને બંને દેશો વચ્ચે સ્થિતિ ભારેલા અગ્નિ જેવી છે. અમેરિકાએ ઈરાન-ઈરાક સરહદની નજીક આવેલા બગદાદ ઈંટરનેશનલ એરપોર્ટ નજીક આ હુમલા કર્યા હતાં. આ હુમલાથી ભુરાયા થયેલા ઈરાને અમેરિકાને પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવાની ખુલી ધમકી આપી દીધી છે.

તણાવને ધ્યાનમાં રાખીને અમેરિકાએ ઈરાકના બગદાદ ખાતે આવેલા પોતાના દૂતાવાસના તમામ નાગરિકોને ઈરાક છોડવા અપીલ કરી છે.

અમેરિકી નાગરિકને આપી સૂચના

બગદાદમાં સ્થિતિ વણસતા અમેરિકી દૂતાવાસે તણાવપૂર્ણ સ્થિતિને ધ્યાનમાં રાખતા શુક્રવારે બપોરે એક યાદી જાહેર કરી હતી. જેમાં બગદાદમાં રહેતા તમામ અમેરિકી નાગરિકોને અમેરિકા પરત ફરવાની સલાહ આપી છે. યાદીમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, તમામ નાગરિકો તુરંત તે સ્થાન છોડીદે. પછી ભલે તેમને અમેરિકા આવવાનું હોય કે કોઈ બીજા દેશ જવાનું હોય.

અમેરિકાએ જે એરસ્ટ્રાઈક કરી છે, તે બગદાદ ઈંટરનેશનલ એરપોર્ટ પર જ કરવામાં આવી હતી. જ્યાં જનરલ કાસિમ સુલેમાની અને તેમના સાથીદારો વિમાનમાંથી ઉતરીને ગાડીમાં જઈ રહ્યાં હતાં. આ દરમિયાન જ અમેરિકાએ ઉપરાછાપરી 4 રોકેટ છોડીને હુમલો કર્યો હતો. જોકે એરપોર્ટ પર હજી પણ વિમાની સુવિધાને કોઈ જ નુંકશાન પહોંચ્યુ નથી.

અમેરિકી દૂતાવાસ દ્વારા તમામ નાગરિકોને આ ત્રણ વાતો ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે..

– ઈરાકમાં પ્રવાસ ના ખેડો.

– અમેરિકી દૂતાવાસની આસપાસ ના જાવ.

– નાના મોટા સમાચારોનું સતત ધ્યાન રાખો.