કોરોના વાયરસે દુનિયાભરમાં સેંકડો દેશોને પોતાની અડફેટમાં લીધા છે. ચીન બાદ મિડલ ઈસ્ટના દેશ ઈરાનમાં તેનો સૌથી વધારે ખતરો છે.
ઈરાનમાં આ વાયરસના કારણે 92 લોકોના મોત થયા છે અને 3000 કેસ સામે આવી ચુક્યા છે. આ સંજોગોમાં ઈરાનની આસપાસના દેશો પર પણ આ વાયરસનુ જોખમ ઉભુ થયુ છે.તેવામાં ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ પોતાના દેશવાસીઓને વાયરસથી બચવા એક બીજાની સાથે હાથ મિલાવવાની જગ્યાએ નમસ્તેની પ્રથા અપનાવવા માટે અપીલ કરી છે.
નેતન્યાહૂએ કહ્યુ હતુ કે, ભારતમાં નમસ્તે કહીને એક બીજાનુ અભિવાદન કરવાની પ્રથા છે અને આ વાયરસને ફેલાતો અટકાવવા માટે એક સારો ઉપાય સાબિત થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસનો ચેપ હાથ થકી પણ લાગતો હોવાનુ કહેવાય છે. જેના કારણે જ્યાં આ વાયરસ વધારે ફેલાઈ રહ્યો છે ત્યાં લોકો એક બીજા સાથે હાથ પણ મિલાવતા ગભરાઈ રહ્યા છે.

