બોલિવૂડની 70માં દશકની અભિનેત્રી પરવીન બાબીનો જન્મદિવસ 4 એપ્રિલે આવે છે. તે આજે તો દુનિયામાં નથી. પરંતુ આજ સુધી તેના ફેન્સ તેને ભૂલી નથી શક્યાં. પરવીન બાબીએ એક ઈન્ટરવ્યૂમાં એવી વાત કહી હતી કે, આખું ફિલ્મ જગત ચોંકી ઉઠ્યું હતું. એવો ખતરનાક આરોપ કે, જેના વિશે કોઈએ ક્યારેય નહોતું વિચાર્યું.
જ્યારે મહિલાઓની છાપ સાવ સાદી હતી તે સમયમાં પરવીન બાબીએ બોલ્ડ રોલ કર્યા અને તહેલકો મચાવી દીધો હતો. પરવીનની રીલ અને રિયલ લાઈફમાં વધારે ફરક નથી. રિયલ લાઈફમાં પરવીને ખુબ ફાંફાં માર્યા પણ એને પ્રેમ મળ્યો જ નહીં. પરવીન બાબીએ અમિતાભ બચ્ચન સાથે કેટલીય ફિલ્મોમાં કામ કર્યું. બન્નેની જોડીને દર્શકોએ પણ ખુબ વખાણી હતી.
એક ઈન્ટરવ્યૂમાં પરવીને જણાવ્યું કે, તે બીગ બીને પોતાના આદર્શ માને છે. એક તરફ બધાની સામે પરવીને બીગ બીના વખાણ કર્યા. તો બીજી તરફ એક ઈન્ટરવ્યૂમાં પરવીને વાત કરી હતી અને અમિતાભ બચ્ચન પર આરોપ લગાવ્યો હતો કે, બીગ બી એને જાનથી મારી નાખવા માગે છે. પરવીને ત્યાં સુધી વાત કરી હતી કે, અમિતાભે એની પાછળ ગુંડા મોકલ્યા હતા. પરવીનની લાઈફ જેટલી સુંદર હતી, સામે તેનો અંત એટલો જ દર્દનાક હતો. છેલ્લા સમયમાં એની સાથે કોઈ ન હતું અને 20 જાન્યુઆરી 2005ના રોજ તેનું દર્દનાક મોત થયું હતું.

