દેશમાં કોરોનાની મહામારી વચ્ચે પીએમ મોદી અને નાણા પ્રધાન વચ્ચે આજે મહત્વની બેઠક મળવાની છે. આ બેઠકમાં દેશની ઈન્ડસ્ટ્રીઝ માટે રાહત પેકેજ પર મહત્વના નિર્ણય લેવાઈ શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ૧.૭ લાખ કરોડથી મોટા પેકેજની સરકાર જાહેરાત કરી શકે છે. જોકે, ઉદ્યોગ જગત ૯થી ૨૩ લાખ કરોડની માગ કરી રહ્યુ છે. આ પેકેજથી દેશની અર્થવ્યવસ્થાને વધારે ગતિ મળી શકે છે. આ પહેલા નાણા મંત્રાલયના અધિકારીઓ વચ્ચે બેઠકનો દોર શરૂ થયો હતો ત્યારે હવે દેશમાં ઈન્ડસ્ટ્રીઝ માટે સરકાર કેટલાક મહત્વના નિર્ણય લઈ શકે છે તે જોવાનું રહેશે.
મોટા પેકેજની જાહેરાત થઈ શકે છે
વરિષ્ઠ સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર આ પેકેજ પ્રધાનમંત્રી કલ્યાણ યોજના અંતર્ગત 1.7 લાખ કરોડ રૂપિયાના પેકેજથી પણ મોટુ હોય શકે છે. સૂત્રોના મુજબ આ પેકેજમાં લોકડાઉનના કારણે અર્થવ્યવસ્થા પર પડતી અસર અને અર્થવ્યવસ્થાને રાહત આપવા, પુનર્વાસ અને તેનાથી બહાર નિકળવા પર ભાર આપવામાં આવશે. સતત બદલાઈ રહેલી પરિસ્થિતી પર પીએમઓ સંબંધિત પક્ષ અને સલાહકારો સાથે વાતચીકત કરી રહ્યા છે.
વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા
બુધવારના રોજ ત્રણ કલાક સુધી 15માં નાણા આયોગના ચેરમેન એન.કે. સિંહ, આર્થિક સલાહકાર પરિષદના સભ્ય સાજિદ ચિનોય, નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમાર, રથિન રોય, બિબેક દેબરોય, મુખ્ય આર્થિક સલાહકાર કે. સબ્રમણ્યમ અને નાણા મંત્રાલયના અનેક વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. મોટા ભાગના અધિકારીઓ તેમા વીડિયો કોન્ફ્રેંસિંગ દ્વારા સામેલ થયા હતા.
ઉર્જિત પટેલ પાસે પણ સલાહ લીધી
રસપ્રદ વાત તો એ છે કે, સરકારે આ વખતે રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલ પાસે પણ સલાહ લઈ રહ્યા છે. જેમને સરકાર સામે વાંકુ પડતા કાર્યકાળ પુરો થાય તે પહેલા જ રાજીનામુ આપી દીધુ હતુ.
શું હોય શકે છે રાહત પેકેજમાં
ઈંડસ્ટ્રી ચેમ્બર સીઆઈઆઈ અને ફિક્કી 9થી 23 લાખ કરોડ રૂપિયા સુધીના ભારે ભરખમ પેકેજની માગ કરતા રહ્યા છે આ બંને પ્રતિનિધિઓએ થોડા દિવસ પહેલા જ વડાપ્રધાન મોદી, નાણામંત્રાલય સીતારમણ અને અનેક વરિષ્ઠ અધિકારીઓ સાથે વાત કરી છે.
વિતેલા એક મહિનાથી લોકડાઉનના કારણે વેપાર ધંધા ઠપ્પ થયા છે. જેમાં સૌથી વધારે પ્રભાવિત નાના ધંધા, છૂટક ધંધાના મજૂરો પ્રભાવિત થયા છે. જેના કારણે તેઓ સરકાર પાસેથી તાત્કાલિક કોઈ મદદની માગ કરી રહ્યા છે. જો કે, સરકાર પણ તેમની માગને લઈ અનેક વિકલ્પો પર વિચાર કરી રહી છે.