કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોનું મોંધવારી ભથ્થું રોકવુ અસંવેદનશીલ અને અમાનવીય : રાહુલ ગાંધી

મુખ્ય સમાચાર રાજકીય

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સતત મોદી સરકાર પર પ્રહાર કરતા આવ્યા છે. તેમજ તેમણે કહ્યું છે કે કોરોના સંકટના ઉકેલ માટે સરકારનું વલણ અસંવેદનશીલ અને અમાનવીય છે. તેમણે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોના મોંધવારી ભથ્થાને સ્થગિત કરવાના સરકાર નિર્ણયને ટાંકતા કહ્યું કે કેન્દ્ર સરકાર લોકડાઉનમા મજૂરો અને સમગ્ર વસ્તીનું ધ્યાન નહીં રાખવાનો આરોપ લગાવ્યો હતો.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને મોંધવારી ભથ્થું રોકવા પર ટ્વીટ કરી હતી. તેમણે લખ્યું કે ; લાખો કરોડની બુલેટ ટ્રેન પરિયોજના અને કેન્દ્રીય બીસ્ટા જેવી પરિયોજનાને રદ કરવાના બદલે કોરોનાથી લડી રહેલા અને જનતાની સેવા કરી રહેલા કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકો અને દેશના જવાનોના મોંધવારી ભથ્થાને સ્થગિત કરવાનો નિર્ણય અસંવેદનશીલ અને અમાનવીય છે.

રાહુલ ગાંધીના આ આરોપોને કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ યોગ્ય રીતે સમજાવ્યા હતા.સુરજેવાલાએ કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના સુચનોને માનીએ તો કેન્દ્ર સરકાર ખોટા ખર્ચા રોક લગાવીને ૨.૫ લાખ કરોડ રૂપિયા બચાવી શકે છે. જેનો ઉપયોગ સંકટ સમયે લોકો માટે કરી શકાય છે. તેમણે કહ્યું કે કોરોના વાયરસની મહામારી અને આર્થિક મંદીના પગલે આવકની તંગી દુર કરવાના બદલે મોદી સરકાર ઘા પર મીઠું ભભરાવવાનું કામ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, દેશમા સતત વધી રહેલા કોરોના સંકટ અને લોકડાઉન વચ્ચે કેન્દ્ર સરકારે કર્મચારીઓને આંચકારૂપ નિર્ણય લીધો છે. જેમાં સરકાર આ વર્ષે કેન્દ્રીય કમર્ચારીઓને મોંધવારી ભથ્થાનો કોઈપણ લાભ નહીં આપવાનો નિર્ણય લીધો છે. સરકારે કહ્યું કે કોરોના સંકટના પગલે આ નિણર્ય લેવામા આવ્યો છે. નાણા મંત્રાલય તરફથી જાહેર કરાયેલા એક નિવેદન મુજબ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન મેળવતા લોકોને આ વર્ષે મળનારા મોંધવારી ભથ્થામા કોઈ વધારો નહીં થાય. કેન્દ્ર સરકાર તરફથી કર્મચારીઓ અને પેન્શનધારકોને ૧ જાન્યુઆરી ૨૦૨૦ થી મોંધવારી ભથ્થું બાકી હતું. આ નિવેદનમા કહેવામા આવ્યું છે કે એક જુલાઈ ૨૦૨૦ના મળનારી મોંધવારી ભથ્થાની બીજો હપ્તો આ વર્ષે આપવામા આવશે નહીં. તેમજ મંત્રાલયે સાફ કર્યું છે કે કર્મચારીઓ અને પેન્શનધારકોને વર્તમાન સમય મળી રહેલું મોંધવારી ભથ્થું યથાવત રહેશે.