ગરમ ચા પિનારા લોકો સાવધાન ! ગરમ ચા નોતરી શકે છે જીવલેણ બીમારી

આરોગ્ય

આપણા દિવસની શરૂઆત ગરમ ચાની ચૂસ્કીઓથી થાય છે. સવાર-સાંજ સિવાય વચ્ચે વચ્ચે ખબર નહીં કેટલી વખત ચા ની ચૂસ્કીઓ લેતા હોઈશું. ઘણાં લોકો એવા પણ છે જેમને ‘બેડ ટી’ની આદત હોય છે. આવા લોકોને તો બેડ પરથી ઉઠવા માટે પણ ચાની જરૂર પડતી હોય છે. પરંતુ શું આપ જાણો છો કે આપણા શરીરને તાજગી આપતી ચા જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

જી હાં, આ વાત રિસર્ચમાં સામે આવી છે કે ગરમ ચા પીવાથી ઈસોફેગસ કેન્સર થવાનો ખતરો વધી જાય છે. આ શોધ એમેરિકન કેન્સર સોસાયટીએ કર્યું છે. સ્ટડી અનુસાર જે લોકો રોજ 15 ડિગ્રી સેલ્સિયસ પર ચા પીવે છે તેમનામાં આ ખતરો થવાનો ભય બમણો થઈ જાય છે.

જણાવી દઈએ કે સ્ટડીમાં 50045 લોકો હતા. જેમની ઉંમર 40 થી 75 વર્ષ હતી. તેમાં પરિણામ એ આવ્યું કે રોજ 700 ML ગરમ ચા પીવામાં આવે તો ગ્રાસનળીનું કેન્સર થવાનો ભય 90 ટકા વધી જાય છે. તેમજ ચા પીવાથી અન્ય ઘણી બીમારીઓ પણ થઈ રહી છે. જો તમે ખાલી પેટ ચા પીવો છો તો તમારા પેટને સીધુ નુક્સાન થાય છે. તેનાથી અલ્સર જેવી તકલીફો થવાની સંભાવના વધી જાય છે. ત્યારે ચા પિતી વખતે સાવધાની વર્તવી આવશ્યક છે.