લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે અમદાવાદના 70 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત જ એક મહિલાને ઉમેદવાર બનાવી છે. જો કે,ભાજપે હજુ સુધી એક પણ મહિલાને ક્યારેય ટિકિટ આપી નથી. કોંગ્રેસે અમદાવાદ પૂર્વની બેઠક પરથી પાસની કાર્યકર ગીતા પટેલને મેદાનમાં ઉતાર્યાં છે. ભૂતકાળમાં 1984માં મુક્તાબેન દવે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. જ્યારે જેડીમાં 1991માં શેખ આયેશા બેગમ ઉમેદવાર હતાં. આમ 28 વર્ષ પછી અમદાવાદમાંથી મહિલા લોકસભાની ચૂંટણી લડશે.
અમદાવાદ પૂર્વની બેઠક પાટીદાર પ્રભુત્વવાળી બેઠક છે. એટલે કોંગ્ર્સે પાટીદાર મહિલાને ટિકિટ આપી છે. જેથી ભાજપે પણ છેલ્લી ઘડીએ ગીતા પટેલની સામે પાટીદાર તરીકે અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલને ટિકિટ આપી હતી. તેઓ પાટીદાર હોવા ઉપરાંત બે વખત કોર્પોરેટર અને સતત બે ટર્મથી ધારાસભ્ય તરીકે રહી ચૂકયા હોવાથી તેમનું નામ જાહેર કરવામાં આવ્યું હતું.

