IPL 2019: મેચ 16 – સનરાઇઝર્સ હૈદરાબાદની દિલ્હી કેપિટલ્સ સામે 5 વિકેટે જીત

ખેલ-જગત

આઇપીએલની સીઝન 12 ની 16મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને 5 વિકેટે હરાવીને ટુર્નામેન્ટમાં ત્રીજી મેચ જીતી હતી. દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 129 રન કર્યા હતા. રનચેઝ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 18.3 ઓવરમાં 131 રન કર્યા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી જોન બેરિસ્ટોએ શાનદાર શરૂઆત અપાવતા 28 બોલમાં 48 રન કર્યા હતા. તે મેન ઓફ ધ મેચ બન્યો હતો. જો કે તેના બાદ અન્ય ખેલાડીઓ નિયમિત અંતરે આઉટ થતા રહ્યા હતા પરંતુ સ્કોર ઓછો હોવાથી હૈદરાબાદે સરળતાથી મેચ જીતી હતી.

130 રનના લક્ષ્‍યાંકના જવાબમાં ઉતરેલી હૈદરાબાદની ટીમમાં બેરિસ્ટોની 48 રનની શાનદાર ઇનિંગ સિવાય કોઇપણ બેટ્સમેન પીચ પર વધુ સમય સુધી ટકી શક્યો ના હતો. ડેવિડ વોર્નરે માત્ર 10 રન જ્યારે વિજય શંકરે 21 બોલમાં 16, મનિષ પાંડે (10), દિપક હૂડા (10) રન બનાવીને આઉટ થયા હતા. જો કે સ્કોરબોર્ડ પર દબાણ ના હોવાને કારણે હૈદરાબાદની જીત થઇ હતી.