સુરેન્દ્રનગરના સાંસદની Rs 1.43 કરોડની ગ્રાન્ટ વપરાઇ જ નહીં

ગુજરાત રાજકીય
16મી લોકસભાના સુરેન્દ્રનગરના સાંસદની MP LAD સ્કીમમાં વિકાસના કામો માટે રૂ. 5 કરોડ આપવામાં આવ્યા હતા. પરંતુ સુરેન્દ્રનગરના ભાજપના સાંસદ દેવજીભાઇ ફતેપરાએ રૂ. 1.43 કરોડની ગ્રાન્ટનો ઉપયોગ જ કર્યો ના હોવાનો બહાર આવ્યુ છે. આથી સુરેન્દ્રનગર લોકસભા ચૂંટણીના માહોલમાં ઝાલાવાડવાસીઓ પણ જવાબ માંગી રહ્યા છે કે શા માટે આ ગ્રાન્ટનો ઉપયોગ ના થયો?
ભારતમાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરીયા ડેવલપમેન્ટ સ્કીમ (MP LAD) માં દરેક સાંસદને પોતાની બેઠકમાં વિકાસ કરવા માટે દર વર્ષે 5 કરોડ રૂપિયા આપવામાં આવે છે. ગુજરાતના 26 સાંસદોને આ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. પરંતુ 26 સાંસદો દ્વારા રૂ. 53.99 કરોડનો કોઇ ઉપયોગ જ કરવામાં આવ્યો ન હોવાનો ખુલાસો એસોસિયશન ફોર ડેમોક્રેટિક રીફોમ્સના અભ્યાસમાં કરવામાં આવ્યો છે. ત્યારે 16મી લોકસભાના સુરેન્દ્રનગરના સાંસદની MP LAD સ્કીમમાં વિકાસના કામો માટે રૂ. 5 કરોડ આપવામાં આવ્યા હતા. પરંતુ સુરેન્દ્રનગરના ભાજપના સાંસદ દેવજીભાઇ ફતેપરાએ રૂ. 1.43 કરોડની ગ્રાન્ટનો ઉપયોગ જ કર્યો ના હોવાનો બહાર આવ્યુ છે. આથી ચૂંટણીના માહોલમાં ઝાલાવાડવાસીઓ પણ જવાબ માંગી રહ્યા છે કે શા માટે આ ગ્રાન્ટનો ઉપયોગ ના થયો?