હિંમત અને એકશન હોય તેને 56ની છાતી કહેવાય: ભરત પંડયાનો મોઢવાડિયાને જવાબ

ગુજરાત રાજકીય

કૉંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા એ ગુજરાતના મણિશંકર ઐયર અને દિગ્વિજયસિંહ છે. કૉંગ્રેસના બંનેે નેતાઓના વિવાદાસ્પદ નિવેદનોનું મિશ્રણ અર્જુનભાઈના નિવેદનોમાં બેફામ વાણી વિલાસ જોવા મળે છે, એવું ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું.

પંડયાએ કૉંગ્રેસને તીવ્ર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, જેમની ઈચ્છાશક્તિ, કાર્યશક્તિ અને નિર્ણયશક્તિમાં હિંમત અને એકશન હોય તેને 56ની છાતી કહેવાય. આટલો ગુજરાતી ભાવાર્થ કૉંગ્રેસ સમજી શકતી નથી અને બુદ્ધિ વગરના તર્ક, કુતર્ક કરીને પ્રાણી સાથે સરખાવી નરેન્દ્રભાઈ મોદી સામે કૉંગ્રેસે અપમાનજનક અપશબ્દો બોલે છે તે ગુજરાતની જનતા માટે આઘાતજનક છે.

પંડયાએ એવું પણ જણાવ્યું હતું કે, કૉંગ્રેસના નેતાઓએ ગુજરાતના નરેન્દ્રભાઈ મોદી માટે અનેકવાર અપમાનજનક, અશોભનીય અપશબ્દો વાપર્યા છે. તે નિંદનીય છે અમે તેને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. કૉંગ્રેસ પાસે માત્ર અપશબ્દોની ડિકશનરી છે અને તેનો બેફામ ઉપયોગ કરે છે. કૉંગ્રેસ અગાઉ પણ મોતના સોદાગરથી માંડીને ચોકીદાર ચોર હૈ જેવાં અનેક અપમાનજનક શબ્દો વાપરીને ગુજરાતના સપૂત રેન્દ્રભાઈ મોદી પર કર્યાં છે.