ગુજરાતમાં આગામી તા. ર3 એપ્રિલે યોજાનારી લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોઇ કૉંગ્રેસના સ્ટાર પ્રચારકો આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર માટે ગુજરાતને ઘમરોળશે ત્યારે બીજી તરફ કૉંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીના ગુજરાત પ્રવાસને આખરી ઓપ અપાઈ રહ્યો છે. રાહુલ ગાંધી આગામી તા.1પમી એપ્રિલે અને પ્રિયંકા ગાંધી આગામી તા.18 એપ્રિલે રાજ્યમાં ચૂંટણી સભા ગજાવવા આવશે અને રાજ્યના અનેક જિલ્લાઓમાં જાહેર ચૂંટણી સભાઓને સબોધશે. તેમ જ ગુજરાતમાંથી વધુ બેઠકો મેળવલા સ્થાનિક નેતાઓ સાથે આગામી રણનીતિ પણ ઘડવા પ્રદેશ કાર્યાલયે સ્થાનિક કાર્યકરોને માર્ગદશન આપવા ચૂંટણીના કાર્યક્રમને પ્રદેશ કાર્યાલયે આખરીઓપ આપી જીતની રણનીતિ ઘડાશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં યોજાનાર લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોને જંગી બહુમતીથી અને કૉંગ્રસને આ વખતે લોકસભાની વધુમાં વધુ બેઠકો મળે તે માટે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત 45 જેટલા રાટ્રીય અને સ્થાનિક કોગ્રસના કાર્યકરો ચૂંટણી સભાઓ ગજવવાનો કાર્યક્રમને આકરીઓપ અપાઈ રહ્યો છે. તેમાં ભાગરૂપે કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી તા.1પમી એપ્રિલે ગુજરાત આવવાના છે. તેમના ગુજરાત ચૂંટણી પ્રવાસની તારીખ લગભગ નિશ્ર્ચિત છે અને રાજ્યના અનેક જિલ્લાઓ જોકે અને શહેરમાં ચૂંટણી સભાઓ સંબોધશે તેમ જ હાલમાં કોઈ શહેર નક્કી કરાયું નથી. તે માટે અત્યારે અટકળો ચાલી રહી છે. મુજબ રાહુલ ગાંધી પહેલા રાજકોટ અને પછી અમરેલીમાં જાહેર સભાને સંબોધશે, તેવું કોગ્રેસના સ્થાનિક નેતાઓ પાસેથી જાણવા મળ્યું હતું. બીજી તરફ કૉંગ્રેસના રાહુલ ગાંધી પછીના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધીના ચૂંટણી પ્રચાર પ્રવાસને લઇને ભારે ઉત્સુકતા છવાઇ છે. તેઓ સોમનાથ, દ્વારકા અને અંબાજી એમ રાજ્યના દેશભરમાં પ્રસિદ્ધ એવા આ ત્રણેય યાત્રાધામના દર્શને આવશે અને ચૂંટણી સભાને સંબોધશે આ પહેલાં અંબાજી અને ત્યાંથી સુરતની મુલાકાતે આવશે અને ત્યાર બાદ જંગી સભાને સંબોધશે. આમ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી ઉપરાંત કૉંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ પણ ગુજરાત લોકસભાની ચૂંટણીના પ્રચાર અર્થે આગામી દિવસોમાં જંગી ચૂંટણી સભાઓ ઘમરોળશે.

