પોલાર્ડનો પુત્ર કૅરેબિયનથી પિતાની ફટકાબાજી જોવા મુંબઈ આવ્યો

ખેલ-જગત

મુંબઈ ઇન્ડિયન્સના હાર્ડ-હિટર કીરૉન પોલાર્ડે બુધવારે ૧૦ સિક્સરની મદદથી બનાવેલા આક્રમક ૮૩ રન સાથે મુંબઈને દિલધડક જીત અપાવી ત્યાર બાદ તેનો પુત્ર કેઇડન મેદાન પર આવ્યો હતો અને પિતા સાથે તેણે વાતચીત કરીને સૌકોઈને મોહિત કર્યા હતા. કેઇડન પિતાની ફટકાબાજી જોવા ખાસ કૅરેબિયનથી મુંબઈ આવ્યો હતો. કેઇડને મૅચ બાદ માઇક હાથમાં લઈને પિતાને કહ્યું, ‘વેલ ડન, કૉન્ગ્રેચ્યૂલેશન!’ પોલાર્ડની પત્નીનો બુધવારે ૩૨મો જન્મદિન હતો અને પોલાર્ડે તેમ જ પુત્ર કેઇડને તેને બર્થ-ડેની ગિફ્ટ તરીકે મુંબઈની જીત અર્પણ કરી હતી. હવે પછી મુંબઈની મૅચ વાનખેડેમાં ૧૩મી એપ્રિલે રાજસ્થાન સામે (બપોરે ૪.૦૦થી) રમાશે.