23 વર્ષ સુધી આફ્રીદીએ વિશ્વને દગો આપ્યો, 1975માં જન્મ થયો હોવાનો ખુલાસો કર્યો

ખેલ-જગત દેશ-વિદેશ મુખ્ય સમાચાર

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રીદીએ તેમની આત્મકથા ગેમ ચેન્જરમાં તેમની સાચી ઉંમરનો ખુલાસો કર્યો છે. તેમાં તેમણે તેનો જન્મ 1975 દર્શાવ્યો છે. જ્યારે ઓફિશિયલ રેકોર્ડ પ્રમાણે તેમનો જન્મ 1 માર્ચ 1980 છે. આફ્રીદીએ 1996માં નૈરોબીમાં શ્રીલંકા વિરુદ્ધ 37 બોલમાં સૌથી ફાસ્ટ સેન્ચૂરી લગાવવાનો રેકોર્ડ હતો. તે સમયે તેઓ 16 વર્ષના નહીં પરંતુ 20-21 વર્ષના હશે.

આફ્રીદીએ આ સીરીઝ પછી નૈરોબીથી વેસ્ટઈન્ડિઝ પહોંચ્યા હતા. અહીં તેમણે પાકિસ્તાન માટે અંડર-19 સીરીઝ રમી. જ્યારે હકીકતમાં તે સમયે તેઓ અંડર-19 ખેલાડી નહતા. આફ્રીદીએ નિવૃતિ લીધી તેને ઘણો સમય થઈ ગયો છે પરંતુ પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)ના આ સત્રમાં તેમણે મુલ્તાન સુલ્તાંસ માટે 8 મેચ રમ્યા અને 10 વિકેટ લીધી. તેમની આત્મકથા પ્રમાણે જોવા જઈએ તો તેમણે 43 અથવા 44ની ઉંમરમાં આવું પ્રદર્શન કર્યું હતું.

40-41ની ઉંમરમાં રમી હતી છેલ્લી ટી-20ઃ ગેમ ચેન્જર પ્રમાણે આફ્રીદીનો જન્મ 1975માં થયો હતો. જ્યારે તેમણે 2010માં અચાનક ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસની જાહેરાત કરી હતી ત્યારે તેઓ 34-35 વર્ષના હતા. 4 વર્ષ પછી આફ્રીદીએ ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરી હતી. જ્યારે આફ્રીદીએ 2016માં પાકિસ્તાન માટે છેલ્લી ટી-20 રમી ત્યારે તેઓ 36 વર્ષના નહીં પરંતુ 40-41 વર્ષના હતા.