કોંગ્રેસમાં તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપનાર અલ્પેશ ઠાકોર સામે કોંગ્રેસે આક્રામક કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે કોંગ્રેસનાં પ્રતિનિધિ મંડળ દ્ગારા વિધાનસભા અધ્યક્ષને રજૂઆત કરાઈ હતી. જેમા વિપક્ષ નેતા પરેશ ધાનાણી, અમિત ચાવડા સહિત કોંગ્રેસના 10 ધારાસભ્યો આજે વિધાનસભા અધ્યક્ષને મળીને પબુભા માણેકના ધારાસભ્ય પદને પણ રદ કરવા માટે રજૂઆત કરી હતી.
કોંગ્રેસનાં પ્રતિનિધિ મંડળ દ્ગારા વિધાનસભા અધ્યક્ષને અલ્પેશનું MLA પદ રદ્દ કરવા આપેલી અરજી અંગે રજૂઆત કરી હતી. પબુભા માણેકના સભ્યપદને લઈને પણ કોંગ્રેસની રજૂઆત કરી હતી. આ મામલામાં ઝડપી કાર્યવાહી કરવા વિધાનસભા અધ્યક્ષને પ્રતિનિધિ મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
આ મામલે બ્રિજેસ મેરજાએ કહ્યું હતું કે, કોર્ટનો નિર્દેશ હોવા છતાં પબુભાનું પદ રદ્દ નથી કર્યું.
જોકે, વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ આ મામલે ઉગ્ર રજૂઆત કરવા માટે વિધાનસભા પહોંચ્યા હતા અને કહ્યું હતું કે, અલ્પેશ અને પબુભા માણેક મામલે અધ્યક્ષના નિર્ણયોમાં વિસંગતતા જોવા મળી રહી છે. ભગા બારડને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા હતાં અને ગુજરાત હાઇકોર્ટનાં ચૂકાદા બાદ પણ પબુભા માણેકને સસ્પેન્ડ નથી કર્યા. અને અલ્પેશને ગેરલાયક ઠેરવવા રજૂઆત છતાં કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી.