મુંબઇથી લંડન જતી એરઇન્ડિયાની ફ્લાઇટનું ઓસ્ટ્રિયામાં ઇમરજન્સી લેન્ડિક કરવામાં આવ્યું છે. આ ફ્લાઇટમાં સવાર 350થી વધારે મુસાફરો અહીં છેલ્લા 36 કલાકથી અટવાયા છે. જેમાં મોટાભાગે ગુજરાતી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ અંગે એર ઇન્ડિયા દ્વારા કોઇ પ્રકારની કાર્યવાહી કરવામાં ન હોવાનું મુસાફરે જણાવ્યું હતું. જોકે, સ્થાનિક તંત્ર દ્વારા તેમને મદદ કરવામાં આવી રહી છે. જોકે, હવે આ તમામ મુસાફરો ક્યારે લંડન પહોંચશે એ મોટો પ્રશ્ન છે.
મળતી માહિતી પ્રમાણે મુંબઇથી લંડન જતી ફ્લાઇટનું ઓસ્ટ્રિયામાં ટેકનિકલ ખરાબીના કારણે વિયેના એરપોર્ટ ઉપર ઇમરજન્સી લેન્ડિગ કરવામાં આવ્યું હતું. આ સાથે જ 350થી વધારે મુસાફરો અટવાયા હતા. એસ્ટ્રિયાના એરપોર્ટ ઉપર છ કલાકથી વધારે સમય હેરાન થયા બાદ સ્થાનિક કંપનીએ તેમને હોટલમાં મોકલી આપીને તેમની પ્રાથમિક સુવિધાઓ આપી હતી.
ઓસ્ટ્રિયામાં ફસાયેલા મુસાફરો
ફ્લાઇટમાં સવાર મુસાફર પૈકી એક મુસાફર હિરેનભાઇએ જણાવ્યું હતું કે, એર ઇન્ડિયા અમને સપોર્ટ આપતા નથી. બોર્ડ ઉપર દેખાતા નંબર ઉપર જ આધાર રાખી રહ્યા છીએ. અહીંની કંપની અમને સપોર્ટ કરી રહ્યા છે. પરંતુ હજી સુધી એર ઇન્ડિયા સાથે કોઇ વાત નથી થઇ રહી. અમને રાત્રે હોટલમાં રોકવામાં આવ્યા હતા અને રાત્રે ડિનર અને સવારનું બ્રેકફાસ્ટ આપ્યું હતું. અને સવારે સાત વગ્યે એરપોર્ટ લાવી દીધા હતા. અને ફ્લાઇટ ડિલે થઇ રહી છે. હજી કંઇ નક્કી નથી કે ક્યારે ફ્લાઇટ ટેકઓફ થશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એરપોર્ટ ઉપર જે ખાવાનું મળે છે. એના ઉપર આધાર રાખ્યો છે. જોકે, મુસાફરોના કપડા અને વૃદ્ધોની દવાઓ એ બધું મેઇલ લગેજમાં જતું રહ્યું છે. જેથી તકલિફ પડી રહી છે. અમારી સાથે હાઇકોર્ટના એક નિવૃત જજ છે જેમણે ઇન્ડિયન એમ્બેસીમાં ફોન કરીને આ અંગે વાત કરી હતી હવે જોઇએ ક્યારે શું મદદ મળે છે.

