પાક.થી ગેરકાયદે ઘૂસેલા વિમાનનું આઇએએફએ ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

પાકિસ્તાનથી ગેરકાયદે ઘૂસેલા જ્યોર્જિયાના એન-૧૨ વિમાનનું ભારતીય એરફોર્સે જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે તાત્કાલિક આ વિમાનને ઇન્ટરસેપ્ટ કરી લીધું હતું. ત્યારબાદ ભારતીય એરફોર્સના સુખોઇએ આ વિમાનનું જ્યપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. આ વિમાન ઉત્તર ગુજરાતમાં ઘસી ગયું હતું.

આ વિમાને સત્તાવાર એર ટ્રાફિક સર્વિસ(એટીએસ) રૃટનું પાલન કર્યુ ન હતું અને તેનો પાયલોેટ ભારતીય નિયંત્રણ એજન્સીઓના રેડિયો કોલનો જવાબ આપી રહ્યો ન હતો. જો કે કેટલાક કલાકોની તપાસના અંતે આ વિમાનને છોેડી દેવામાં આવ્યું હતું. આ વિમાનમાંથી કોઇ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી ન હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર એન્ટોનોવ-૧૨ કાર્ગો વિમાન ભારતીય સરહદમાં ઘૂસ્યુ ત્યારે ૨૭,૦૦૦ ફૂટની ઉંચાઇ પર હતું.