ક્રિકેટ જગતથી એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. એક યુવા ક્રિકેટરના મોતના સમાચાર આવ્યા છે. મુંબઈમાં એક સ્થાનીય ક્રિકેટર વિનોદ પોતાના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો છે. તેની માતા પણ મૃત હાલતમાં મળી આવી છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે એવુ લાગી રહ્યું છે કે માતા અને પુત્રએ ઝેર ખાઈને આત્મહત્યા કરી છે. આત્મહત્યા પાછળ આર્થિક તંગીને કારણ માનવામાં આવી રહ્યું છે.
25 વર્ષનો વિનોદ મુંબઈના સૈબા ક્રિકેટ એકેડમી તરફથી રમે છે અને ઘર ચલાવવા માટે મજૂરી કરે છે. તે પોતાની માતા સંજીવની ચૌગુલે સાથે વિરાર (પૂર્વ)ના નારંગીમાં ભાડાના ફ્લેટમાં રહેતો હતો. તેના પિતા તેનાથી અલગ થઈ ગયા છે. પોલીસે કહ્યું હતું કે પાડોસીઓએ આ મામલાની જાણકારી આપી હતી. સવારથી બંને જોવા મળ્યા ન હતા. જેથી પોલીસ બોલાવી હતી.
જાણકારી પ્રમાણે બંને પર ઘણું દેવું હતું અને તે ચુકવી શકતા ન હતા. બની શકે કે આ જ કારણોસર બંનેએ આ પગલું ભર્યું હોય. જોકે મોતનું સાચું કારણ તપાસ પછી બહાર આવશે. બંનેના શવને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા છે.

