લગ્નમાં મટન ન મળતાં બધા જાનૈયાઓને દોડાવી દોડાવીને માર્યા

મુખ્ય સમાચાર

બિહારના કટિહારમાં એક એવો મામલો સામે આવ્યો છે જે સાંભળી તમે વિચારશો કે ખાવામાં જો યોગ્ય વ્યંજન ન હોય તો કેટલું ખતરનાક સાબિત થઈ શકે છે. કટિહારમાં લગ્ન દરમિયાન જ્યારે ગ્રામજનોને ખાવામાં મટન ન મળ્યું તો તેમણે ભારે હંગામો શરૂ કરી દીધો. મટન ન મળવાથી આક્રોશિત ગ્રામજનોએ લગ્ન જ અટકાવી દીધાં. મામલો અહીંથી જ શાંત ન થયો, જાનૈયાઓની સાથે વરરાજા અને દુલ્હનની પણ આ લોકોએ પીટાઈ કરી. ઘટનાની જાણકારી મળવા પર ઘટના સ્થળે પહોંચેલ પોલીસે બંને પક્ષોની ફરિયાદ પર મામલો નોંધી લીધો છે અને કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

જણાવી દઈએ કે કટિહારના પ્રાણપુર પોલીસ સ્ટેશનના બરઝલ્લા ગામમાં પ્રમોદ રાય અને રાધિકાના લગ્ન હતાં. અહીં જ્યારે પ્રમોદ રાય બરઝલ્લા ગામમાં લગ્ન માટે જાન લઈને પહોંચ્યો તો ગામના કેટલાક ઉપદ્રવી છોકરાઓએ કહ્યું કે જો લગ્નમાં મટન નહિં પાક્યું તો તેઓ લગ્ન નહિ થવા દે. આ ઉપદ્રવી લોકોને છોકરીવાળાઓએ પતાની ગરીબીનો હવાલો આપતા કહ્યું કે અમારી પાસે પૈસા નથી તેથી અમે મટન ન પકવી શકીએ, જેના પર ગ્રામજનો ભડગી ઉઠ્યા અને જાનૈયાઓને લાકડી-ડંડાથી દોડાવી દોડાવીને માર્યા. આ હિંસામાં છોકરી અને છોકરાવાળા બંને પક્ષના લોકોની ભારે પીટાઈ કરવામાં આવી. લોકો પોતાનો જીવ બચાવવા માટે ગામમાંથી ભાગી ગયા.

ઘટના બાદ પીડિત પક્ષ તરફથી પલીસ ફરિયાદ નંધાવવામાં આવી છે. ફરિયાદના આધાર પર 9 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે જો લગ્ન કરવા માટે બંને પક્ષો તરફથી સુરક્ષાની માંગ કરવામાં આવે છે તો તેના પર વિચાર કરવામાં આવશે. પોલીસે જણાવ્યું કે અણે ફરિયાદ મળ્યા બાદ મામલ નંધી લીધો છે અને આરોપીઓની ધરપકડ કરવાની કોશિશ કરી રહ્યા છીએ.