ગુજરાતી વેપારી ગૌતમ અદાણી આ રીતે બની ગયા છે ઑસ્ટ્રેલિયાની ચૂંટણીનો મુદ્દો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

8મી મેના રોજ ઑસ્ટ્રેલિયામાં ચૂંટણી યોજાશે જેમાં ગૌતમ અદાણીનો કરમાઇકલ કોલસા પ્રોજેક્ટ મોટો મુદ્દો છે ભારતના અબજપતિ ગૌતમ અદાણીનો ક્વિન્સલેન્ડમાં આવેલો કરમાઇકલ કોલસા પ્રોજેક્ટ ઑસ્ટ્રેલિયામાં 18મી મેના રોજ યોજાનારી કેન્દ્રીય ચૂંટણીમાં અગત્યનો મુદ્દો બન્યો છે. અર્થતંત્ર અને પર્યાવરણ, કોલસો અને ક્લાઇમેટને સ્પર્શતો આ મુદ્દો રાજકીય પક્ષો અને મતદારોમાં વિભાજન ઊભો કરી રહ્યો છે.

ઑસ્ટ્રેલિયન કન્ઝર્વેટિવ ફાઉન્ડેશન (ACF)ના માધ્યમથી સાત અપક્ષ ઉમેદવારોએ એક સીમાચિહ્ન સમાન કરાર કર્યો છે. આ ઉમેદવારોએ પ્રણ લીધું છે કે તેઓ જળવાયુ પરિવર્તનના અનેક મુદ્દાઓ હાથ પર લેશે. તેમાં અદાણીની ખાણો ખોદીને કોલસો કાઢવાના પ્રોજેક્ટના વિરોધનો પણ સમાવેશ થશે. તેઓ જીતી જશે તો સંસદમાં અદાણીની થર્મલ કોલમાઇનનો વિરોધ કરશે. કન્ઝર્વેટિવ લિબરલ-નેશનલ પક્ષોની બનેલી સંયુક્ત કેન્દ્ર સરકાર આ વખતે ચૂંટણીમાં પાછળ ચાલી રહી હોવાનું અનુમાન છે. આ સરકાર મહદ અંશે કોલસાની ખાણોના ખોદકામની અને કોલસાના નિકાસની તરફેણ કરતી રહી છે.