પાકિસ્તાનની જનતા નથી ઈચ્છતી કે મોદી ફરીથી વડાપ્રધાન બને

દેશ-વિદેશ રાજકીય

ભારતનાં તમામ લોકો 23 મેંની રાહ જોઈને બેઠા છે એ વાત તો ઠીક. પરંતુ પાડોશી દેશ પાકિસ્તાન પણ લોકસભા ચૂંટણીની રાહ જોઈને બેઠું છે. કારણ કે પાકિસ્તાનનાં ઘણા લોકોના સગા વહાલા ભારતમાં છે. પાકિસ્તાનનાં નાગરિકો મોદીને પ્રધાનમંત્રી તરીકે જોવા નથી માંગતા. એ લોકોની ઈચ્છા નથી કે ભારતનાં વડાપ્રધાન તરીકે ફરીથી મોદી આવે. એના પાછળનું કારણ એવું માનવામાં આવે છે કે મોદીએ એર સ્ટ્રાઈક કરાવી એના લીધે ત્યાનાં લોકોમાં ડરનો માહોલ છે.મોટાભાગનાં લોકો પાકિસ્તાનનાં મીડિયાને મોદી વિશે પોતાની રાય જણાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યાં છે. લાહોરનાં શાહી આલમે એક પાકિસ્તાની ચેનલને કહ્યું કે, મોદીને સતામાં ફરીથી ન આવવું જોઈએ, કારણ કે એમણે સર્જિકલ સ્ટ્રાઈક કરાવી હતી.તો બીજા એક શખ્સ એઝાઝનું કહેવું છે કે, મોદી બીજી વખત બહુમતીથી જીતશે એમાં મને શંકા છે. મને ભરોષો છે કે મોદીને બહુમતી નહીં મળે અને તે પાકિસ્તાન માટે સારૂ છે. ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઈમરાન ખાને એવું કહ્યું હતું કે 2019માં મોદી સતામાં આવે તો ભારત પાકિસ્તાન વચ્ચે શાંતિવાર્તા થવાની તક મળશે.લંડનમાં રહેનારા પાકિસ્તાની ઉદ્યોગપતિ રિયાઝનું કહેવું છે કે, પાકિસ્તાનમાં રહેનારા લોકોનાં વિચાર વિદેશમાં રહેનારા લોકો કરતા અલગ છે. અમારુ માનવું છે કે મોદી ફરી વખત સત્તામાં આવે. જો મોદી આવશે તો અમારા દેશમાંથી આંતકવાદીઓને હાકી કાઢસે. તેમજ પાકિસ્તાનને આતંકવાદી પ્રવૃતિ કરતા રોકવાનું દબાણ કરશે.