ગુજરાત ભાજપ દ્વારા ઠેર-ઠેર વિજયોત્સવની ઉજવણી, કોંગ્રેસમાં સન્નાટો

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

લોકસભા ચૂંટણીની મતગણતરી હાથ ધરાઈ છે. જેમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. અને ગુજરાતમાં ફરી 2014ની લોકસભાનું પુનરાવર્તન થઈ રહ્યું છે. ત્યારે ભાજપ દ્વારા ઠેર-ઠેર વિજયોત્સવની ઉજવણી શરૂ કરી દેવામાં આવી છે. ભાજપના ધારાસભ્યો, આગેવાનો અને કાર્યકરો ફટાકડા ફોડીને ઉજવણી કરી રહ્યાં છે. ભાજપના કાર્યકરો ઢોલ-નગારા અને ગુલાલ સાથે જીતની ઉજવણી કરી રહ્યાં છે. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ઉજવણી માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તો બીજી તરફ કોંગ્રેસમાં સન્નાટો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના આગેવાનો અને ધારાસભ્યો દ્વારા હજૂ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં નથી આવી. કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય પર કાગડા ઉડી રહ્યાં છે. હાર ભાળી જતા કોંગ્રેસના કેટલાક ઉમેદવારો મતગણતરી કેન્દ્ર છોડીને રવાના થવા લાગ્યા છે.ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિજયોત્સવની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ભાજપના ધારાસભ્યો, આગેવાનો અને મોટી સંખ્યામા કાર્યકરો કમલમ ખાતે આવી પહોચ્યા છે. ઢોલ-નગારા, ગુલાલ, ફટાકડા અને મિઠાઈ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ થોડીવારમાં ભાજપા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચશે.