સુરતની કાપડ માર્કેટમાં ભાજપની જીત સાથે વડાપ્રધાન મોદીને શુભકામના

ગુજરાત રાજકીય

જીએસટી લાગ્યા બાદ સુરતની કાપડ માર્કેટમાં સૌથી વધુ વિરોધ થયો હતો. હિંસાના બનાવ વચ્ચે દિવસો સુધી માર્કેટ બંધ રહી હતી. જો કે, આજે પરિણામમાં કોઈ અસર તેની જોવા મળી હોય તેવું લાગી રહ્યું નથી. કાપડ માર્કેટમાં મોટી એલસીડી લગાવીને ચૂંટણીના પરિણામો જોવામાં આવી રહ્યાં છે. પ્રારંભિક તબક્કામાં ભાજપ અને એનડીએનો સ્પષ્ટ વિજય દેખાતા કાપડના વેપારીઓએ તાત્કાલિક જ બેનર બનાવીને લગાવી દીધા હતા. જેમાં લખ્યું હતું કે, દરેક દેશવાસીઓ તરફથી નરેન્દ્ર મોદીને ફરીથી વડાપ્રધાન બનવા માટે શુભકામના..