આગામી ચોમાસુ કેવું રહેશે તે જાણવાની સૌને આતુરતા હોય છે. તે આતુરતાનો આજે અંત આવી ગયો છે. જેમાં દરેક ક્ષેત્રે વરસાદ પર સંશોધન કરતા આગાહીકારોએ આગામી ચોમાસાનું પૂર્વાનુમાન આપી દીધું છે. વર્ષાવિજ્ઞાનના આગાહીકારોએ જણાવ્યું કે આ ચોમાસુ મધ્યમ રહેશે. અને 6 જુલાઈથી ચોમાસુ સક્રિય થશે. તેમજ વરસાદનો બીજો રાઉન્ડ નબળો રહેશે. અને પાછોતરો વરસાદ ખૂબ સારો રહેશે. આવી જ રીતે ખગોળ વિદ્યા હિમ વર્ષા અને અખાત્રીજનો પવન પરથી વરસાદનું અનુમાન કરતા જણાવ્યું કે જામનગર જિલ્લામાં ખૂબ સારો વરસાદ થશે.
રાજકોટ જિલ્લાનો ભાદર ડેમ ઓવરફ્લો થશે. તેમજ 15 જુનથી ગુજરાતમાં વરસાદનું આગમન થશે. આદ્રા નક્ષત્રમાં વાવણી થશે. તથા અતિવૃષ્ટિ પણ થશે. હાથિયો ખૂબ સારી રીતે વરસશે જેથી ખેડૂતોએ ચિંતા કરવાની કંઈ જરૂર નથી. જૂનના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં એકી સાથે ખેડુતો વાવણી કરી શકશે. તેમજ જુલાઈમાં અતિવૃષ્ટિ થશે. જેથી તમામ આગાહીકારોના મંતવ્ય લઇ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કાઢેલા તારણ મુજબ 50% આગાહીકારો કહે છે કે વર્ષ ખૂબ સારું રહેશે.

