ત્તર ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપના આંચકા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, દાતા, ડીસા, અમીરગઢ, માઉન્ટ આબુ સહિતના વિસ્તારોમાં અનુભવાયા હતા.
ગાંધીનગરથી ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજિકલ રિસર્ચે જાહેર કરેલા આંકડા પ્રમાણે બુધવારે રાતે 10.31 મિનિટે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરથી 31 કિમી દૂર ઉત્તર પૂર્વમાં હતું.
આંચકા આવતા લોકો ડરના માર્યા ઘરની બહાર નીકળી ગયા હતા. આ ધરતીકંપમાં કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી.
બનાસકાંઠા જિલ્લા ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને છેક અમદાવાદ સુધી પણ આંચકાનો અનુભવ થયો હતો. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પણ આંચકાનો અનુભવ થયો હતો.

