સુદાન સંકટઃ વિપક્ષે દેશની સૈન્ય પરિષદનો વાતચીતનો પ્રસ્તાવ ઠુકરાવ્યો

દેશ-વિદેશ

6 એપ્રિલથી પ્રદર્શનકારીઓ સેનાના હેડ ક્વાર્ટરની સામે પ્રદર્શન કરી રહ્યા છે. 30 વર્ષ સુધી સત્તામાં રહ્યા બાદ સેનાએ રાષ્ટ્રપતિ ઉમર અલ-બશીરનો તખ્તો પલટી તેમને પદથી દૂર કર્યા છે.

ત્યારબાદ પ્રદર્શનકારીઓ સેના સાથે સમજૂતીનીની કોશિશ રહ્યા છે કે હવે સુદાનમાં કોની સરકાર હશે.

એક સમજૂતી એ પણ કરવામાં આવી હતી કે ત્રણ વર્ષ બાદ સુદાનમાં ચૂંટણી થશે, પરંતુ સોમવારે જ અર્ધસૈનિક દળોએ પ્રદર્શનકારીઓ પર ગોળીઓ વરસાવી.

મંગળવારે જનરલ બુરહાને કહ્યું કે પ્રદર્શનકારીઓ સાથે સમજૂતીની કોશિશ પૂરી થઈ ગઈ છે અને હવે નવ મહિના બાદ ચૂંટણી યોજાશે.

પ્રદર્શનકારીઓનું કહેવું છે કે ચૂંટણી માટે લાંબો સમય મળવો જોઈએ. જેથી કરીને નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજાય અને ગત સરકાર સાથે જોડાયેલા તમામ રાજકીય તારને તોડી શકાય.

સુદાનમાં વર્તમાન સમયમાં હાલત ખરાબ છે અને સુદાનની સેનાના સહયોગી સાઉદી અરબે સુદાનને દરેક રાજકીય પક્ષો વચ્ચે વાતચીત કરવાની સલાહ આપી છે.