દ્વારકાના દરિયાકાંઠે શંકાસ્પદ જહાજ પકડાયુ, ઈરાનના ખલાસીઓની અટકાયત

ગુજરાત મુખ્ય સમાચાર

ગુજરાતના યાત્રાધામ દ્વારકાના દરિયાકાંઠેથી કોસ્ટગાર્ડે શંકાસ્પદ જહાજને પકડ્યુ છે. ઈન્ડોનેશિયાના જહાજ પરના ઈરાની ક્રુ મેમ્બર્સને પણ અટકાયતમાં લેવામાં આવ્યા છે.

આ જહાજ પર શંકાસ્પદ સામાન જોવા મળતા પેટ્રોલિંગ કરી રહેલા કોસ્ટ ગાર્ડના જહાજે આ જહાજને અટકાવ્યુ હતુ. આ જહાજને કુવેત લઈ જવાઈ રહ્યુ હતુ તેમ જહાજના ખલાસીઓએ કહ્યુ હતુ. હાલમાં કોસ્ટ ગાર્ડ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.

ગુજરાતના દરિયા કિનારા પાસેથી પસાર થતા જહાજોમાં અવાર નવાર શંકાસ્પદ હિલચાલ જોવા મળતી હોય છે. ગયા મહિને કચ્છના જખૌ ખાતેથી કોસ્ટ ગાર્ડે 600 કરોડ રૂપિયાના ડ્રગ્સના જથ્થા સાથે 6 પાકિસ્તાનીઓની ધરપકડ કરી હતી. આ ડ્રગ્સ પાકિસ્તાનથી ભારત લાવવામાં આવી રહ્યુ હતુ. ડ્રગ્સ જેના પરથી પકડાયુ હતુ તે બોટના ખલાસીઓએ કબૂલ્યુ હતુ કે, આ ડ્રગ્સનો જથ્થો ભારતમાં ઉતારવાનો હતો.