આતંકવાદ / કાશ્મીરમાં આતંકીઓનો કહેરઃ પશ્ચિમ બંગાળથી આવેલા 5 મજૂરોની કરી હત્યા, મમતાએ વ્યક્ત કર્યો શોક

મુખ્ય સમાચાર રાજકીય

પોલીસના જણાવ્યા અનુસાર આતંકવાદીઓએ કુલગામ જિલ્લાના કુત્રુસા ગામમાં મજદૂર પર ગોળીબારી કરી, આ ફાયરિંગમાં પાંચ મજદૂરના ઘટનાસ્થળ પર મોત નિપજ્યાં હતા. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના સાગરદિથી પોલીસ ચોકીના બોખારા બાહલનગર ગામના રહેનારા આ મજૂદરોનું આતંકીઓએ અપહરણ કરી હત્યા કરી દીધી.

એક મહિના પહેલા ગયા હતા કાશ્મીર

આ બધા મજદૂર એક મહિના પહેલા કામ કરવા માટે કાશ્મીર પહોંચ્યાં હતા. જો મજૂદરોની હત્યાના સમાચાર મળતાની સાથે તેમના ગામમાં શોકનું વાતાવરણ જોવા મળ્યું હતું. ખરેખર તો આ બધા મજદૂર પોતાના ગામમાં પાકનું રોપણ કર્યા બાદ મજદૂરી માટે કાશ્મીર ગયા હતા.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી વ્યક્ત કર્યો શોક

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આ હત્યાકાંડ પર શોક વ્યક્ત કર્યો છે. મમતા બેનરજીએ ટવિટ કરી આ હત્યાકાંડ પર દુઃખ વ્યક્ત કર્યું. મમતાએ ટવિટ કરી લખ્યું કે મુર્શિદાબાદના 5 મજદૂરના મોતની ઘટનાથી પરિવારજનોને જે દુઃખ પહોંચ્યું છે તે શબ્દોથી ભરાઇ શકે તેમ નથી. આ દુઃખદ સમયે તેમના પરીવારજનોને દરેક પ્રકારની મદદ કરવામાં આવશે.

ગેર-કાશ્મીર પર આ પાંચમો હુમલો

મંગળવારના રોજ મજદૂરોની હત્યાની ઘટના 14 ઓક્ટોબર બાદ આ 5મો આતંકી હુમલો છે. સોમવારના રોજ અનંતનગમાં આતંકીઓએ કટારામાં રહેનારા ટ્રક ડ્રાઇવરની હત્યા કરી દીધી હતી. 14 તારીખથી અત્યાર સુધીમાં 4 ટ્રક ડ્રાઇવર, એક સફરજનના વેપારી અને એક મજદૂરની હત્યા કરાઇ છે. આ બધા 6 લોકો કાશ્મીરમાંથી બહારના હતા. હવે આ 5 મજદૂરની હત્યા કરી ઘાટીમાં રહેનારા બહારન રાજ્યના લોકોમાં ભયનો માહોલ ઉભો કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.