ભારત-મ્યાનમારનાં સૈન્યે સાથે મળીને ઉગ્રવાદી કૅમ્પો પર હુમલા કર્યા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

ભારત અને મ્યાનમારનાં સૈન્યે ત્રણ અઠવાડિયાં સુધી ચાલેલા એક અભિયાન અંતર્ગત પૂર્વોત્તરમાં સક્રીય ઉગ્રવાદી કૅમ્પોને નિશાન બનાવ્યા હોવાના અખબારી અહેવાલો છે.

‘એનડીટીવી’ના અહેવાલ અનુસાર ત્રણ મહિના અગાઉ ‘ઑપરેશન સનરાઇઝ’ના નામે પ્રથમ તબક્કાની સૈન્યકાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જેમાં મણિપુર, નાગાલૅન્ડ અને આસામમાં સક્રીય કેટલાય ઉગ્રવાદી કૅમ્પો ખાતમો બોલાવાયો હતો.

સુત્રોને ટાંકીને ‘એનડીટીવી’ જણાવે છે કે ‘ઑપરેશન સનરાઇઝ 2’ અંતર્ગત બન્ને દેશનાં સૈન્યે કેએલઓ, ધ એનએસસીએન(ખપલાંગ), યૂનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ આસામ(આઈ) તેમજ નેશનલ ડેમૉક્રેટિક ફ્રન્ટ ઑફ બોરોલૅન્ડ(એનડીએફબી) જેવાં ઉગ્રવાદી સંગઠનોનો ખાતમો બોલાવાયો છે.

આ ઉપરાંત ‘6 ડઝન ઉગ્રવાદીઓને પકડવામાં આવ્યા હોવાના’ પણ અખબારી અહેવાલો છે.

‘ઑપરેશન સનરાઇઝ’ના પ્રથમ તબક્કામાં ‘અરાકાન આર્મી’ના સભ્યોને નિશાન બનાવાયા હતા. ‘અરાકાન આર્મી’ મ્યાનમારનું વિદ્રોહી સંગઠન છે.