‘પોલિટિક્સ ક્યારે છોડશો ?’ મોહાલીમાં લાગ્યા સિદ્ધુના પોસ્ટરો

મુખ્ય સમાચાર રાજકીય

કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને પંજાબના કેબિનેટ મંત્રી નવજોતસિંહ સિદ્ધુની સામે મોહાલીમાં પોસ્ટરો લાગ્યા છે. પોસ્ટર્સમાં લખ્યું છે કે તમે રાજનીતિ ક્યારે છોડી રહ્યાં છો. તમારા રાજીનામાની પ્રતિક્ષા કરી રહ્યાં છીએ. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે તમે રાજનીતિ ક્યારે છોડી રહ્યાં છો. આ સમય પોતાના શબ્દ પર ધ્યાન આપવાનું છે. અમે તમારા રાજીનામાની પ્રતિક્ષા કરી રહ્યાં છીએ. જોકે, આ પોસ્ટર કોના કહેવાથી લગાવવામાં આવ્યાં છે તે હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી.

મોહાલીમાં ચર્ચાનો વિષય બનેલા આ પોસ્ટર લોકસભા ચૂંટણીને લઇને લગાવવામાં આવ્યાં છે. ચૂંટણી દરમિયાન નવજોતસિંહ સિદ્ધુ કોંગ્રેસના સ્ટાર પ્રચારક હતા. યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી માટે રાયબરેલીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ઉત્સાહમાં આવીને કહ્યું હતું કે જો રાહુલ ગાંધી અમેઠીથી હારી જાય છે તો રાજનીતિ છોડી દેશે.

સિદ્ધુ તે સમયે જોશમાં આવીને નિવેદન આપ્યું હતું. તેમને એવી આશા ન હતી કે તેમનું આ નિવેદન એક મહિનાની અંદર જ ભારે પડવાનું છે. કારણકે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ વખતે અમેઠીથી બેજેપીની સ્મૃતિ ઇરાનીથી હારી ગયા હતા. પરીણામ આવ્યા બાદથી સિદ્ધુને ટ્રોલ કરવાનું શરૂ થઇ ગયું હતું. સોશિયલ મીડિયા પર લોકો તેમને પુછવા લાગ્યા કે રાજનીતિથી ક્યારે રાજીનામુ આપો છો.