દૂધના ભાવ નક્કી કરી શકાય નહીં, સરકારે કરી સ્પષ્ટતા

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

ખૂબજ ઝડપથી ખરાબ થઈ શકે એવી વસ્તુ હોવાને કારણે દેશમાં દુધના ભાવ ઉપર મિનિમમ સ્પોર્ટ પ્રાઈસ અમલમાં મુકી શકાય તેમ નથી એવું પાર્લામેન્ટમાં જણાવવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, દેશમાં દુધના ભાવ સરકારના નિયંત્રણમાં નથી હાલ દુધના ઉત્પાદનના આધારે કોઓપરેટિવ અને ખાનગી ડેરી દુધના ભાવ નક્કી કરે છે એવું એનિમલ હસ્બન્ડરી એન્ડ ડેરી મિનિસ્ટર સંજીવ કુમાર બલ્યાએ રાજ્યસભામાં જણાવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે, દુધ ખુબજ ઝડપથી બગડી જાય એવી વસ્તુ હોવાથી તેના ભાવ માટે એમએસપી લાદી શકાય તેમ નથી. દેશના દુધના ભાવ પ્રતિ વર્ષે વધી રહ્યા છે અને સરકાર તેના ભાવને નિયંત્રણ કરી શકે એવી સ્થિતિમાં નથી. કેમલ એટલે ઊંટણીના દુધના મુદ્દે પ્રશ્ન કરતા કેન્દ્રીય સરકારે જણાવ્યું કે, કેમલ મિલ્ક ડેરીનું માળખું બનાવવા માટે કોઈપણ પ્રકારની તૈયાર કરવામાં આવી નથી. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન જે અમુલ બ્રાન્ડની માલિક છે તેને રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત કેમલ મિલ્કના ક્લેકશન, ચિલિંગ અને પ્રોસેસિંગ માટે મશિન અને ઈક્વિપમેન્ટની ખરીદી કરી છે.