જો તમે આ ખોરાકનું સેવન કરો છો તો ચેતી જજો, નહિંતર થશે આ ગંભીર બિમારી

આરોગ્ય

નવા રિસર્ચ પછી સાયન્ટિસ્ટોએ પણ કહ્યું છે કે જે લોકો પોતાના ખોરાકમાં વધારે પડતા મસાલાઓ, જંકફૂડ અને પાણીપૂરીનું પાણી વધારે પીવે છે તેમને ખતરનાક બીમારીઓ થઈ શકે છે. ડૉક્ટર્સ પણ આપણને આવો ખોરાક ના ખાવાની સલાહ આપે છે. હવે તો ભાગ્યે જ એવી કોઈ છોકરી હશે જેને પાણીપુરી કે ચાટ ના ભાવતી હોય. આમ તો આપણે બધા જાણીએ છીએ કે પાણીપુરીવાળા મોટાભાગે સારો માલ-સામાન વાપરતા નથી. તેમછતાં જીભના સ્વાદ માટે આપણે આંખ આડા કાન કરીને પકોડી એન્જોય કરીએ છીએ.

ખાણીપીણીની આવી ટેવને લીધે રોજે કેટલાક લોકો લિવરની તકલીફ લઈને દવાખાનામાં જાય છે. જેમાં હેપેટાઇટિસ એ, બી, સી અને ઈના ચેપવાળા પણ હોય છે. વાંરવાર ઉલટી થવી અને ભૂખ ના લાગવી એ લિવરમાં ખરાબીના લક્ષણો છે.

જો તમને આવી તકલીફ હોય તો એને અવગણશો નહીં કારણ કે એનાથી દર્દીના કોમામાં જવાના અને એનું લિવર સંકોચાઈ જવાનું જોખમ રહે છે. ડૉક્ટર્સ તો ત્યાં સુધી કહે છે કે હેપેટાઈટિસ બી અને સીના લીધે લાંબા સમયે લિવરનું કેન્સર પણ થઇ શકે છે.