આગામી 3 દિવસ દરમિયાન રાજ્યમાં કચ્છને આંશિક રીતે બાદ કરતા વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી છે. 3 જૂલાઇએ રાજ્યમાં વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ, તાપી સુરત, આણંદ, અમદાવાદ, અરવલ્લી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, સંઘ પ્રદેશ દીવમાં હળવા વરસાદની આગાહી છે.
આગામી પાંચ દિવસ દરમિયાન સાઉથ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. જેમાં વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથ વગેરેનો સમાવેશ થાય છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1 ઇંચથી 2.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. મહેસાણાના ઊંઝામાં 2.5 ઇંચ, વલ્લભીપુરમાં 2.15 ઇંચ, પાટણમાં 2 ઇંચ, બરવાળામાં 2 ઇંચ, ઉમરગાંમમાં પોણા 2 ઇંચ, પાટણમાં પોણા 2 ઇંચ, ધંધુકામાં 1.5, રાધનપુરમાં 1.5, સુઇગામમાં 1.5, મહેસાણા 1.5, હાંસોટ 1.5, વાકાનેર અને સિદ્ધપુરમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
મુંબઈમાં વરસી રહેલા ભારે વરસાદના પગલે આગામી 3 દિવસ ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં પણ વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની આગાહી છે.
4 જૂલાઇએ નર્મદા, ભરૂચ, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, સંઘ પ્રદેશ દમણ, દાદરા નગર હવેલી, દાહોદ, મહિસાગર, ગીર સોમનાથ, અમરેલી, કચ્છના કેટલાક વિસ્તારોમાં મધ્ય વરસાદની આગાહી છે.
5-6-7 જૂલાઈએ રાજ્યના આમંજ, ખેડા, વલસાડ, નવસારી, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, કચ્છના કેટલાક ભાગમાં હળવો વરસાદ થશે.

