સોમવારે સતત બીજા દિવસે શેર બજાર તૂટ્યું, બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરવાળો ઇન્ડેક્સ સેન્સેક્સ 792.82 પોઇન્ટ તૂટીને 38,720.57 પર બંધ થયો. જ્યારે બીજીબાજુ નેશનલ સ્ટોક એક્સચન્જના 50 શેરવાળા ઇન્ડેક્સ નિફ્ટી 246.75 પોઇન્ટ તૂટી 11,564.40 પર બંધ થયો. મોદી સરકારના બીજા કાર્યકાળના પ્રથમ બજેટની શેરબજાર પર અસર જોવા મળી. માર્કેટ ફ્રેન્ડલી બજેટ નહી હોવાને કારણે છેલ્લા બે સત્રોમાં શેર બજારમાં રોકાણકારોના 5 લાખ કરોડ ડૂબ્યા છે.3
BSE સેન્સેક્સ સોમવારે બપોરે 900થી વધારે પોઇન્ટ તૂટ્યો હતો. બજારના જાણકારોનું કહેવું છે કે, વૃદ્ધિને આગળ વધારવામાં નિષ્ફળ રહેલા બજેટથી વિદેશી રોકાણકારો સોલ્ડ આઉટ કરી રહ્યાં છે. સોમવારે બપોરે BSE સેન્સેક્સ 904.29 પોઇન્ટ ઘટીને 38,612.65 પોઇન્ટ રહ્યું. જ્યારે નિફ્ટી 285.10 પોઇન્ટ ઘટીને 11,526.05 પોઇન્ટ પર રહ્યું હતું.