લોકસભાની ચૂંટણીમાં હાર બાદ પહેલીવાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠી જશે. રાહુલ ગાંધી 10 જુલાઇના રોજ અમેઠીની મુલાકાત લેશે. અમેઠી લોકસભાની સીટ પર 15 વર્ષ સુધી સાંસદ રહેલા રાહુલ ગાંધીને 2019ની લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાનીએ હાર આપી હતી ત્યારે રાહુલ ગાંધી પોતાની અમેઠીની મુલાકાત દરમિયાન હારની સમીક્ષા પણ કરી શકે છે.
આ પરંપરાગત સીટ પર લોકસભાની ચૂંટણીમાં મળેલી હારનું વિશ્લેશણ કરવા માટે બે સભ્યોની પેનલનું ગઠન કરવામાં આવ્યું હતુ. જેમાં UPA અધ્યક્ષ સોનિયા ગાંધીના પ્રતિનિધિ કે.એલ.શર્મા અને AICC સચિવ જુબેર ખાન સામેલ હતા. આ પેનલ પ્રમાણે સ્થાનિક સ્તરે સમાજવાદી પાર્ટી અને બસપા કાર્યકર્તાઓનો સહયોગ નહી મળવો રાહુલ ગાંધીની હારનું કારણ બન્યું હતું.

