દેશની યુનિવર્સિટીઓમાં શૈક્ષણિક ભરતીમાં વિષય આધારીત અને વિભાગ આધારીત અધ્યાપકોની ભરતીમા અનામત લાગુ કરવા મુદ્દે છેલ્લા એક વર્ષથી ચાલતા વિવાદ વચ્ચે ગુજરાત એસસી.એસટી અધ્યાપક મંડળે કેન્દ્ર સરકાર પર દબાણ લાવવા તાજેતરમાં એક મહાસંમેલન યોજ્યુ હતુ. જેમાં મહાસંઘની સ્થાપના સાથે ૧૨મી ફેબ્રુઆરીથી આંદોલન કરવા ઠરાવ કરવામા આવ્યો હતો. અધ્યાપકોની ભરતી બાબતે કેન્દ્ર સરકારે અલ્હાબાદ હાઈકોર્ટના વિષય આધારીત અનામત લાગુ કરવાના ચુકાદા સામે સુપ્રીમમાં સ્પેશ્યલ લીવ પીટિશન દાખલ કરી હતી .જેને સુપ્રીમે કાઢી નાખતા અને અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને યથવાત રાખતા હવે દેશની સરકારી યુનિ.ઓમા અધ્યાપકોની ભરતી યુનિ.ની કુલ જગ્યાને બદલે જે તે વિભાગમાં જે તે વિષય આધારીત અનામત લાગુ કરી કરવામા આવશે.અગાઉ યુજીસીએ પણ વિષય આધારીત અનામત પદ્ધતિ-રોસ્ટર પદ્ધતિનો પરિપત્ર કરી દીધો છે.એસ.સી-એસ.ટી અધ્યાપક મંડળની રજૂઆત છે કે વિષય આધારીત ભરતી થવાથી એસસી એસટી ઓબીસી અને દિવ્યાંગ ઉમેદવારોને નોકરી મળવાની સંભાવના શૂન્ય થઈ જશે.

