ગુજરાતમાં સ્વાઇન ફ્લુનો કેરઃ 8 વર્ષમાં 1405નાં જીવ ગયાં

ગુજરાત

ગુજરાતમાં શિયાળાના વધુ એક રાઉન્ડની સાથે જ સ્વાઇન ફ્લુએ પણ માથું ઉંચક્યું છે. પહેલી જાન્યુઆરીથી અત્યાર સુધી સ્વાઇન ફ્લુથી મૃત્યુઆંક ૫૪ ઉપર પહોંચ્યો છે. ગુજરાતમાં ૧ જાન્યુઆરીથી રવિવાર સુધી સ્વાઇન ફ્લુના ૧૧૮૭ કેસ નોંધાઇ ચૂક્યા છે. જેમાંથી ૬૭૮ વ્યક્તિએ સ્વાઇન ફ્લુને પરાસ્ત કર્યો છે જ્યારે ૪૫૫ વ્યક્તિ હજુ સારવાર હેઠળ છે. કુલ ૫૪ વ્યક્તિના સ્વાઇન ફ્લુની સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. ગુજરાતમાં ગત વર્ષે ૯૭ વ્યક્તિના સ્વાઇન  ફ્લુથી મૃત્યુ થયા હતા. જેની સરખામણીએ આ વર્ષના પ્રથમ ૩૯ દિવસમાં જ સ્વાઇન ફ્લુ સામે ૫૪ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. ૨૦૧૨થી ૨૦૧૯ના વર્ષમાં ૧૪૦૫ વ્યક્તિના સ્વાઇન ફ્લુથી મૃત્યુ થયા છે. તબીબોના મતે ગરમીનો પ્રારંભ થવાની સાથે જ સ્વાઇન ફ્લુના કેસમાં ઘટાડો થતો જશે. આ વર્ષે સ્વાઇન ફ્લુથી સૌથી વધુ મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં રાજસ્થાન બાદ ગુજરાત બીજા સ્થાને છે.