ઇ-કોમર્સની નીતિ ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતા

દેશ-વિદેશ

ઈ-કોમર્સને નિયંત્રિત કરતી નીતિની જાહેરાત આગામી ૨૫મી ફેબ્રુઆરીએ કરવામાં આવે તેવી સંભાવના છે. કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડના અધિકારીઓએ નાના વેપારીઓના હિતમાં ઇ-કોમર્સ કંપનીઓ સામે લડત ચલાવી રહેલા સીએઆઈટીના પ્રવીણ ખંડેલવાલ દ્વારા માધ્યમોને જણાવાયું હતું. તેમણે જણાવ્યુ હતું કે છૂટક વેપારીઓ માટે નેશનલ ટ્રેડ પોલીસી પણ તૈયાર કરવામાં આવશે. ઇ-કોમર્સને નિયંત્રિત કરતાં કેન્દ્ર સરકારના ખાતાના અધિકારીઓનું કહેવું છે કે ઇ-કોમર્સની પોલીસી લગભગ તૈયાર જ છે. ટૂંક સમયમાં તેની જાહેરાત કરી દેવામાં આવશે. ઇ- કોમર્સને કારણે સામાન્ય વેપારીઓના બિઝનેસ પર કેટલી અને કેવી અસર પડશે તેનું આકલન કરશે. ત્યારબાદ જરૃર જણાશે તો તેનું આકલન કરવા માટે સરકાર એક રેગ્યુલેટરી ઓથોરિટીની પણ સરકાર રચના કરશે. આંતરિક વેપારને લગતી બાબતો પર અગાઉ મિનિસ્ટ્રી ઑફ કોમર્સ નજર રાખતી હતી. તેને ડિપાર્ટમેન્ટ ઓપર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટર્નલ ટ્રે (ડીપીઆઈઆઈટી)ને હસ્તક લઈ લેવામાં આવી છે. આંતરિક અને બાહ્ય વેપાર વચ્ચે સંકલન જળવાઈ રહે તે માટે આ પગલું લેવામાં આવ્યું છે.