ભારત સાથેેનો એરસ્પેસ બંધ કરવાથી પાક.ને રૃ. ૮૫૦ કરોડનું નુકસાન

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ફેબુ્રઆરીમાં બાલાકોટ એર સ્ટ્રાઇક પછી પાકિસ્તાને ભારત સાથેનો એરસ્પેસ બંધ કરી દેતા તેને ૮૫૦ કરોડ રૃપિયા(પાંચ કરોડ ડોલર) રૃપિયાનું નુકસાન થયું છે તેમ પાકિસ્તાનના નાગરિક ઉડ્ડયન પ્રધાને જણાવ્યું છે.

પુલવામા હુમલા પછી ભારતીય એરફોર્સે બાલાકોટમાં જૈશે મોહંમદના આતંકી કેમ્પને ઉડાવી દેતા પાકિસ્તાને ૨૬ ફેબુ્રઆરીના રોજ પોતાનો એરસ્પેસ બંધ કરી દીધો હતો.

પાકિસ્તાને મંગળવાર સવારે તમામ સિવિલિયન ટ્રાફિક માટે પોતાનો એરસ્પેસ ખુલ્લો મૂક્યો હતો. પાકિસ્તાનના ઉડ્ડયન પ્રધાન ગુલામ સરવર ખાન મુજબ પાકિસ્તાન ઉડ્ડયન ઉદ્યોગને આ પ્રતિબંધને કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

ઉલ્લેખનીય છે કે ૨૬ ફેબુ્રઆરીથી ૧૫ જુલાઇ દરમિયાન પાકિસ્તાને ઇન્ડિયન ફલાઇટ માટે ૧૧માંથી ફક્ત બે જ રૃટ ખોલ્યા હતાં.

ડોમેસ્ટિક માર્કેટ શેરને આધારે દેશની સૌથી મોટી એરલાઇન્સ ઇન્ડિગો દિલ્હીથી ઇસ્તંબુલથી ડાયરેક્ટ ફલાઇટ શરૃ કરવા માગતી હતી પણ પાકિસ્તાનનો એરસ્પેસ બંધ હોવાથી તે આ ફલાઇટ શરૃ કરી શકી ન હતી.