મિડ- સ્મોલ-કેપ્સના માર્કેટ કેપમાં 274 અબજ ડોલરનું ધોવાણ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

છેલ્લા એક વર્ષમાં ભારતની માર્કેટ કેપમાં ૨૭૪ અબજ ડોલર અથવા તો ૧૨ ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે આની સરખામણીએ સેન્સેકસ ડોલરના સ્વરૂપમાં ૪ ટકા ઘટયો છે અને સ્થાનિક ચલણના રૂપમાં ૬ ટકા વધ્યો છે. રૂપિયામાં નબળાઈ તથા મિડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સ શેરોમાં ઘટાડાને પરિણામે માર્કેટ કેપમાં ઘટાડો નોંધાયો છે. દેશની માર્કેટ કેપ હાલમાં ઘટીને ૧.૯૦ ટ્રિલિયન ડોલરથી સહેજ ઉપર રહી છે. ૨૦૧૮ના પ્રારંભમાં દેશની માર્કેટ કેપ ૨.૪૦ ટ્રિલિયન ડોલર રહી હતી. ફેબ્રુઆરી ૨૦૧૮થી એક વર્ષમાં ડોલર સામે રૂપિયો ૧૦ ટકા ઘટયો છે જ્યારે બીએસઈમાં મિડ-કેપ્સ તથા સ્મોલ – કેપ્સ ઈન્ડાઈસિસ અનુક્રમે ૧૪ ટકા અને ૨૪ ટકા ઘટયા છે. રિલાયન્સ ઈન્ડ., ઈન્ફોસિઝ તથા ટીસીએસમાં છેલ્લા એેક વર્ષમાં વૃદ્ધિ જોવાઈ છે.