Googleના સીઈઓ પદ માટે Apply : ફેક જોબ્સ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

પ્રોફેશનલ સોશિયલ નેટવર્કિંગ સાઈટ LinkedIN પર લોકો Googleના સીઈઓ પદ માટે Apply કરી રહ્યા છે. ગુગલના સીઈઓ સુંદર પિચાઈ છે. પણ ગુગલ હાલ તો કોઈ સીઈઓ માટે ભરતી કરી રહ્યું નથી. પણ આવું થયું કેવી રીતે? LinkedIN પર લોકો કેવી રીતે ગુગલના સીઈઓ માટે એપ્લાય કરી રહ્યા છે.

માઈક્રોસોફ્ટની સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ, જેને લોકો નોકરી શોધવા માટે યુઝ કરે છે. તેમાં એક ગંભીર ખામી જોવા મળી છે. કંપનીએ પણ આ ખામીનો સ્વીકાર કર્યો છે. તેને બગ પણ કહી શકાય છે.

લિન્ક્ડઈનની જોબ પોસ્ટિંગમાં આ ખામી જોવા મળી છે. તેની અંદર પૈસા આપીને કોઈપણ જોબને લિન્ક્ડઈન પર પોસ્ટ કરી શકવાનો ઓપ્શન છે. નેધરલેન્ડના એક ઓનલાઈન રિક્રૂટર Michel Rijinders નામના એક યુઝરે ગુગલના સીઈઓ માટે કેવી રીતે એપ્લાય કરવું તે અંગે પોસ્ટ લખી છે.

લિન્ક્ડઈન પર ગુગલના સીઈઓની જોબ, બિલ્કુલ અસલી લાગે છે. જો કે કંપનીએ હવે આ પોસ્ટને હટાવી દીધી છે. પણ તેના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.

Michel Rijindersએ પોસ્ટમાં લખ્યું છે કે, લિન્ક્ડઈન પર જોબ પોસ્ટ કરવું ખુબ જ સરળ છે. કોઈપણ થોડા પૈસા આપીને આવું કરી શકે છે. તમને ફક્ત થોડી ડિટેલ્સ લખવી પડે છે. હું પણ એમ્પ્લોયર બનીને જોબ પોસ્ટ કરી શકું છું.

Michel Rijndersએ એક ટ્વીટમાં કહ્યું કે, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે, લિન્ક્ડઈનના લૂપહોલને કારણે મારી સીઈઓની જોબ પોસ્ટ ગુગલ જોબ્સ પર પણ દેખાવા લાગી. તેણે એક સ્ક્રિનશોટ પણ શેર કર્યો છે.

જે બાદ લિન્ક્ડઈને પોતાની ભૂલ માની લીધી છે. અને કહ્યું છે કે, માઈકલ તમારો આભાર, અમે પોસ્ટ હટાવી લીધી છે અને અમે તે સમસ્યાને ઠીક કરી રહ્યા છીએ. જેને કારણે પોસ્ટ લાઈવ થઈ હતી. અહીં ફેક જોબ્સ માટે જગ્યા નથી, અને અમે તેને રોકવા માટે કમિટેડ છીએ.