અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યોઃ 9 દિવસમાં 200થી વધુ દર્દી

ગુજરાત મુખ્ય સમાચાર

અમદાવાદ શહેરમાં પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. ચાલુ ફેબ્રુઆરી માસમાં ૯ તારીખ સુધીમાં શહેરમાં ઝાડા-ઉલટીના ૧૧૮, કમળાના ૩૪, ટાઇફોડના ૫૮, મલેરીયાના ૧૧ અને ડેન્ગ્યુનો ૧ કેસો નોંધાયો છે. આ સમયગાળામાં વિવિધ જગ્યાએથી કુલ ૫૬૭ જેટલા પાણીના નમુના લેવાયા હતા. જેમાંથી ૨૨ નમુનામાં પાણી પીવાલાયક ન હોવાનું પ્રમાણીત થયું હતું. શહેરમાં ચાલુ માસમાં ૯ તારીખ સુધીમાં આરોગ્ય વિભાગ દ્વારા જુદાજુદા ખાદ્યપદાર્થોના એકમો પર દરોડો પાડીને ૧,૯૩૦ કિલો ગ્રામ બિનઆરોગ્યપ્રદ ખોરાકના જથ્થાનો નાશ કરી દેવાયો હતો. નોંધપાત્ર છેકે હાલમાં ચાલતી લગ્નગાળાની સિઝનમાં મોટાપાયે માવા સહિતના ખાદ્યપદાર્થોનો જથ્થાબંધ ઉપાડ થઇ રહ્યો છે. બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોને લીધે શહેરીજનોના આરોગ્ય સામે જોખમ ઉભું થયું છે. આવા કેસમાં સખત કાર્યવાહી કરવાની માંગણી ઉઠવા પામી છે. Suggestive Pic