હુઆવેઇને બ્લેકલિસ્ટ કરાશે તો ચીનમાં કાર્યરત ભારતીયે કંપનીઓ પર પ્રતિબંધની ચીનની ધમકી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

જો ભારત ચીનીની જાયન્ટ ટેલિકોમ કંપની હુઆવેઇ પર પ્રતિબંાૃધ મૂકશે તો અમે પણ ચીનમાં કાર્યરત ભારતીય કંપનીઓને પ્રતિબંિાૃધત કરીશું તેવી ાૃધમકી ચીન દ્વારા આપવામાં આવી છે.

આ દરમિયાન ટેલિકોમ પ્રાૃધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું છે કે ભારત આગામી મહિનાઓમાં નેકસ્ટ જનરેશન ફાઇવજી સેલ્યુલર નેટવર્કના ઇન્સ્ટોલેશનની પ્રક્રિયા શરૃ કરશે. જો કે આ ઇન્સ્ટોલેશન પ્રક્રિયામાં ચીનની કંપનીઓને આમંત્રણ આપવામાં આવશે કે નહીં તે અંગેનો નિર્ણય હજુ સુાૃધી લેવામાં આવ્યો નાૃથી.

ઉલ્લેખનીય છે કે સુરક્ષાનું કારણ આપી અમેરિકાએ ચીનની ટેલિકોમ કંપની હુઆવઇ પર પ્રતિબંાૃધ મૂકી દીાૃધો છે અને તેણે પોતાના સહયોગી દેશોને પણ હુઆવેઇ કંપની પર પ્રતિબંાૃધ મૂકવાની અપીલ કરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર બેઇજિંગમાં ભારતના રાજદૂત વિક્રમ મિસરી અને ચીનનના વિદેશ મંત્રાલય વચ્ચે ૧૦ જુલાઇના રોજ બેઠક મળી હતી. આ બેઠકમાં ચીને અમેરિકા દ્વારા હુઆવેઇને બ્લેક લિસ્ટ કરવા ચલાવવામાં આવી રહેલા અભિયાનની ટીકા કરી હતી.

અમેરિકા ઇચ્છે છે કે વિશ્વભરમાં ફાઇવજી મોબાઇલ ઇન્ફ્રાસ્ટ્રકચરમાંાૃથી હુઆવેઇને બાકાત રાખવામાં આવે. આ બેઠક દરમિયાન ચીને ભારતને જણાવ્યું છે કે જો તે અમેરિકાના ઇશારે હુઆવેઇને બ્લેકલિસ્ટ કરશે તો ચીનમાં કાર્યરત ભારતીય કંપનીઓને પણ બ્લેક લિસ્ટ કરવામાં આવશે.

જો કે ભારત અને ચીન વચ્ચેની બેઠક અંગે વધુ કોઇ વિગતો જાહેર કરવામાં આવી નાૃથી. વિશ્વના અન્ય પ્રમુખ દેશોની સરખામણીમાં ચીનમાં ભારતીય કંપનીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે. જો કે ઇન્ફોસીસ, ટીસીએસ, ડો. રેડ્ડી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેવી કંપનીઓ બિઝનેસ કરી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર જો હુઆવેઇનો વિવાદ વધુ વકરશે તો ભારત અને ચીનની સરહદે પણ તંગદિલી વાૃધી શકે છે. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબરમાં ચીનના પ્રમુખ જિનપિંગ ભારત આવવાના છે. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ દ્વિપક્ષીય વેપાર અંગે ચર્ચા કરશે.