15 લાખ મળશે MLAsનેઃ ગુજરાતમાં કોંગ્રેસ-ભાજપ એકસાથે

ગુજરાત મુખ્ય સમાચાર

ગુજરાતના ધારાસભ્યો અને તેમના પરિવારજનો જો હવે બીમાર પડશે તો રાજ્ય સરકાર રૂ. 15 લાખ સુધીનો ખર્ચ ભોગવશે. આમ વાર્ષિક 3 લાખની આવક ધરાવતા સામાન્ય નાગરિકને મુખ્યમંત્રી અમૃતમ અને મા વાત્સલ્ય કાર્ડ હેઠળ માત્ર 3 લાખ સુધીની સારવારનો લાભ મળે છે. જ્યારે રૂપાણી સરકારે ગરીબ અને મધ્યમવર્ગની ચિંતા કર્યા વિના કરોડપતિ ધારાસભ્યોની સારવાર માટે 15 લાખનો ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે. 181 ધારાસભ્યોમાંથી 141 ધારાસભ્યો કરોડપતિ છે. જો કોઈ ધારાસભ્યની સારવારમાં 15 લાખથી વધુનો ખર્ચ થયો હશે તો તેના માટે મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રીની મંજૂરી જરૂરી રહેશે. આ લાભ પૂર્વ ધારાસભ્યોને પણ મળવાપાત્ર છે. સપ્ટેમ્બર 2018માં રાજ્યના ધારાસભ્યોના પગાર 70,727થી વધારીને 1,16,316 અને મંત્રીઓના પગારમાં 45 હજારનો વધારો કરી 87માંથી 1 લાખ 32 હજાર પગાર કર્યો હતો.