વિરાટ કોહલીએ પોન્ટિંગનો રેકૉર્ડ તોડ્યો

ખેલ-જગત

ભારતીય કૅપ્ટન વિરાટ કોહલીએ વેસ્ટ ઇન્ડીઝ સામે ચાલી રહેલી વન ડે સિરીઝમાં એક સિદ્ધિ નોંધાવી છે અને રિકી પોન્ટિંગનો રેકૉર્ડ તોડ્યો છે એમ હિન્દુસ્તાન ટાઇમ્સનો અહેવાલ જણાવે છે.

વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક દશકમાં 20,000 રન કરનારા ક્રિકેટ ઇતિહાસના પ્રથમ બૅટ્સમૅન બન્યા છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી અને અંતિમ વન ડેમાં વિરાટ કોહલીએ તેમની કારકિર્દીની 43મી સદી ફટકારી હતી.

વિરાટ કોહલી એક દાયકામાં 20,000 રન બનાવનાર પ્રથમ બૅટ્સમૅન બન્યા છે. ત્રણેય ફૉર્મેટના મળીને તેઓએ 20,502 રન કર્યા છે.

આ 20,502 પૈકી 20,018 રન તેમણે એક દશકમાં કર્યા છે.

આ પહેલાં ઑસ્ટ્રેલિયાના પૂર્વ કૅપ્ટન રિકી પોન્ટિંગના નામે એક દશકમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવવાનો રેકૉર્ડ હતો. એમણે એક દશકમાં 18,962 રન કર્યા હતા.