દિલ્હીની જાણીતી હોસ્પિટલ એઈમ્સમાં આજે ભીષણ આગ લાગી છે. મળતી માહિતી મુજબ, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે. પહેલા અને બીજા માળે આગ લાગી હતી. ફાયર બ્રિગેડની 34 ગાડીઓ ઘટના સ્થળે આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કરી રહીં છે અને મોટા ભાગે આગમાં કાબુ પણ મેળવી લીધો હતો. પરંતુ હવે આગ ત્રીજા માળથી થઇને પાંચમા માળ સુધી પહોંચી ગઇ છે.
સાવચેતીના પગલે એઈમ્સનો ઈમરજન્સી વિભાગ બંધ કરી દેવાયો છે. એઈમ્સના સેકન્ડ ફ્લોર પર સ્થિત પીસી બ્લૉકમાં આગ લાગી છે. ઉલ્લેખનીય છે કે એઈમ્સ માત્ર દિલ્હી જ નહીં, દેશની મુખ્ય હોસ્પિટલ છે.
સૌથી મહત્વની વાત એ છે કે અત્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલી ગંભીર હાલતમાં એઈમ્સમા દાખલ છે. ત્યાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન મોદી સહિત કેટલાક કેન્દ્રીય મંત્રીઓ અને અન્ય VVIPની અવર-જવર છે. એવામાં આગ લાગવાથી વહીવટીતંત્ર માટે પડકારજનક સ્થિતિ સર્જાઈ છે.