નર્મદા ડેમમાં ચાર લાખ ક્યુસેક પાણીની આવક થતા 15 દરવાજા ખોલવામાં આવ્યા, કાંઠા વિસ્તારના ગામોને કરાયા એલર્ટ

ગુજરાત

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થતા 133.72 મીટરે પહોંચી છે. ઉપરવાસમાં આવેલા ઓમકારેશ્વર ડેમમાંથી 4 લાખ ક્યુસેક જેટલુ પાણી છોડાતા નર્મદા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થયો છે. ડેમના 15 દરવાજા ખોલી 394432 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાતાં સરોવરમાં પાણીનો જથ્થો 4226 મિલિયન ક્યુબીક મીટર થયો છે. 1200 મેગાવોટનું રિવર બેડ પાવર હાઉસ 24 કલાક ચાલુ રહેવાથી પાણીની આવક વધી જેથી ભરૂચ, નર્મદા, વડોદરા નર્મદા કાંઠાના ગામો એલર્ટ કરાયા.