રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી, રવીન્દ્ર જાડેજાને આજે એનાયત થશે અર્જુન ઍવૉર્ડ

ખેલ-જગત

આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાજીવ ગાંધી ખેલ રત્ન ઍવૉર્ડ તથા અર્જુને ઍવૉર્ડ એનાયત કરશે.

ગુજરાતના જાણીતા ક્રિકેટર રવીન્દ્ર જાડેજાને અર્જુન ઍવૉર્ડ એનાયત થશે.

આ ઉપરાંત પહેલવાન બજરંગ પુનિયા અને ઍથ્લિટ દીપા મલિકને રાજીવ ગાંધી ખેલ રત્ન ઍવૉર્ડ એનાયત થશે.

આજે રાષ્ટ્રીય ખેલ દિવસ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફિટ ઇન્ડિયા અભિયાન શરૂ કરશે.

આ અભિયાનનો હેતુ લોકોને સ્વાસ્થ્ય બાબતે લોકોને જાગૃત કરવાનો છે.