શત્રુઘ્ન સિંહાએ પીએમ મોદીના વખાણ કર્યા

દેશ-વિદેશ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ. ૩૩,૦૦૦ કરોડની કિંમતના પટના મેટ્રો રેલ અને અન્ય પ્રોજેક્ટોના કરેલા ઉદ્ઘાટન બાદ બડબોલા શત્રુઘ્ન સિંહાએ રવિવારે મોદીના વખાણ કરતા જણાવ્યું હતું કે આ યોજનાઓને લીધે બિહારનો વિકાસ થશે. સિંહાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બિહારના મુખ્ય પ્રધાન નીતિશકુમારને પટના મેટ્રો પ્રોજેક્ટ માટે આવકારું છું. અન્ય યોજનાઓ સાથે બિહારના વિકાસ માટે શ્રેષ્ઠ પગલું. ખૂબ જ વખાણવા અને શાબાશી આપવા લાયક.