પાકિસ્તાનના PM ઈમરાન ખાનની પત્નીએ પીએમ નરેન્દ્ર મોદીનાં વખાણ કર્યા, કહ્યું હું તેમની….

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની નીતિઓથી સમ્રગ દુનિયાનું દિલ જીત્યું છે. જમ્મૂ-કાશ્મીરના નિર્ણયને લઇને મોદીની ફેન્સ ફોલોઈંગ વધારો થયો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાનએ મોદીની પ્રશંસા કરતા કહ્યુ કે, હું તેમની ફેન થઇ ગઇ છું.

સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાયરલ થયો છે, જેમાં રેહમ જહાં પોતાના પૂર્વ પતિ અને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની દેશની આર્થિક સ્થિતિને લઇને ટીકા કરી રહી છે, તેમજ વડાપ્રધાન મોદીની ખૂબ પ્રશંસા કરી રહી છે.

વિડિયોમાં રેહમએ કહ્યુ કે, આજે મોદી સરકારને શું કામ લોકો પસંદ કરે છે, અને શા માટે તેમની સાથે સંબંધ નથી બગાડતા, કારણકે તેમનું અર્થમંત્ર મજબૂત છે. સાઉદિએ ઇન્વેસ્ટ કર્યુ છે. યૂકે તેમની સાથે છે, અમેરિકાને તેમના માટે પક્ષપાત છે. મોદી જ્યાં પણ જાય છે, તેમને ત્યાં માન-સમ્માન મળે છે.

રેહમએ ઇમરાન ખાન અને પાકિસ્તાન પર નિશાન તાક્તા કહ્યુ કે, યુએઈ સરકાર દ્વારા પ્રધાનમંત્રી મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઑફ ઝાયેદ’ એનાયત તો તમને પેટમાં ચૂંક ઊપડી. તમે ભીખ માંગતા ફરી રહ્યા છે, તમે કહેશો કે, તેઓ તમારા પગના જૂતા બરાબર છે, તો તેઓ તમારી ઇજ્જત કેવી રીતે કરશે?