ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની વિરૂદ્ધ એરેસ્ટ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યાર બાદ તેમની પત્ની હસીન જહાંએ ઉત્તર પ્રદેશની અમરોહા પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. હસીન જહાંએ મંગળવારના રોજ જણાવ્યું હતુ કે ઉત્તર પ્રદેશની અમરોહા પોલીસ મને અને મારી છોકરીને સતત હેરાન કરતી રહે છે. હસીન જહાંએ જણાવ્યું હતુ કે આ તો ભગવાનની કૃપા હતી કે તેઓ સફળ થયા નહીં. જો હું પશ્ચિમ બંગાળથી ન હોત અને મમતા બેનર્જી ત્યાંના મુખ્યમંત્રી ન હોત તો હું સુરક્ષિત રહી ન શકત. જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળની અલીપુર અદાલતે ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને તેમના ભાઈ હસીબ અહમદ વિરૂદ્ધ એરેસ્ટ વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. કોર્ટે શમીને 15 દિવસોની અંદર આત્મસમર્પણ કરવા માટે જણાવ્યું છે. જણાવી દઈએ કે શમીની પત્ની હસીન જહાંએ ઘરેલૂ હિંસાની બાબતે શમી અને તેમના ભાઈની વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

